શું ડ્રોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી? જાણો વધુ વિગત..
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રસંગોએ એકબીજાને સારા મિત્ર ગણાવ્યા છે, પરંતુ ટ્રમ્પ વેપાર સંબંધિત મુદ્દાઓ પર પણ ભારતને નિશાન બનાવી રહ્યા છે આ મુદ્દે બ્રિક્સમાં સામેલ ભારત અને ચીન જેવા દેશોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો ડોલર સિવાય અન્ય કરન્સીમાં વેપાર કરે છે તો તેઓ તેમના પર સો ટકા ટેરીફ લાદશે.
ટ્રમ્પ એ કહ્યું હતું કે જો બ્રિક્સ દેશો યુએસ ડોલરને બદલે અન્ય ચલણમાં વેપાર કરે છે, તો તેમણે અમેરિકન બજારમાં તેમના ઉત્પાદનનું વેચાણ બંધ કરવું પડશે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,
“ડોલરનો ઉપયોગ ઘટાડવાના બ્રિક્સ દેશોના પ્રયાસો પર અમેરિકા ચૂપ નહીં રહે. અમારે બ્રિક્સ દેશો તરફથી બાંયધરી જોઈએ છે કે તેઓ વેપાર માટે યુએસ ડોલરની જગ્યાએ કોઈ નવું ચલણ બનાવશે નહીં કે અન્ય દેશોના ચલણમાં વેપાર કરશે નહીં.”
આ વર્ષે 22 થી 24 ઓક્ટોબર દરમ્યાન બ્રિક્સ દેશોની 16મી સમિટ રશિયાના કઝાન શહેરમાં યોજાય હતી. આ દરમિયાન દરેક દેશો વચ્ચે તેમની પોતાની ચુકવણી સિસ્ટમ બનાવવા અંગે ચર્ચા થઈ હતી, જેથી વૈશ્વિક વ્યાપાર માટે ડોલરનો ઓછો ઉપયોગ કરી શકાય.
વૈશ્વિક SWIFT પેમેન્ટ સિસ્ટમની તર્જ પર આ પેમેન્ટ સિસ્ટમ બનાવવાનો વિચાર હતો. ભારતે બ્રિક્સ દેશોને પેમેન્ટ સિસ્ટમ માટે તેને યુપીઆઈ પણ ઓફર કરી હતી.
આ દરમિયાન બ્રિક્સ દેશોના વેપાર માટે નવું ચલણ બનાવવા અથવા અન્ય દેશના ચલણનો ઉપયોગ કરવાની ચર્ચાઓ પણ તે જ બની હતી. જો કે આ માટે બ્રિક્સ દેશો વચ્ચે કોઈ સહમતી બની શકી નહોતી.
બ્રિક્સ સમિટ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે રશિયા ડોલરને છોડવા કે હરાવવા માંગતું નથી, પરંતુ તેને ડોલર સાથે કામ કરવાથી રોકવામાં આવી રહ્યું છે, તેથી ડોલરની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પ શોધવાની મજબૂરી છે.
ડોલર ની કિંમત ઘટાડવાના બ્રિક્સ દેશોનાં આ પ્રયાસોથી ટ્રમ્પ નારાજ છે. બ્રિક્સમાં ભારત, રશિયા અને ચીન સહિત નવ દેશો સામેલ છે. તે ઉભરતી અર્થ વ્યવસ્થા ધરાવતા દેશોનો એક સમૂહ છે.