સિરિયાનાં રાષ્ટ્રપતિ અસદ ભાગીને ક્યાં ગયા?
8મી ડિસેમ્બર એટલે કે રવિવારની સવાર સિરીયાની રાજધાની દમાશ્ક પર 11 દિવસથી લડી રહેલા વિદ્વાહી જૂથોએ કબજો કરી લીધો. બપોર સુધીમાં સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. જોકે તેમને આશ્રય કોણ આપશે તે જાણી શકાયું નથી.
એક અઠવાડિયા પહેલા સુધી અલ-અસદ સરકાર દેશના મોટા ભાગ પર નિયંત્રણમાં હતી, પછી અચાનક બધુ કેવી રીતે બદલાય ગયું, આ ગૃહયુદ્ધનું મૂળ શું છે? અને આગળ શું થશે?
સીરિયાની વર્તમાન તસવીર રચના 2011માં શરૂ થઈ હતી. સીરિયામાં 13 વર્ષ પહેલા આરબ સ્પ્રિંગ દરમિયાન સરકારનો વિરોધ શરૂ થયો હતો. જે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો. વિરોધીઓનું માનવું હતું કે સીરીયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ લઘુમતી અલવી સમુદાય પર પ્રત્યે પક્ષપાતી છે. હકીકતમાં, સરકાર અને સરકારી નોકરીઓમાં અલવી સાથે જોડાયેલા ઘણા લોકો તેમના સંબંધીઓ હતા, જે મોટાભાગની વસ્તીને સ્વીકાર્ય નહોતું.
અસદે વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરી. અહીંથી સીરિયામાં ગૃહયુદ્ધની આગ ફાટી નીકળી હતી. આ ગૃહયુદ્ધમાં સિરિયન સરકાર, કેટલાય ઉગ્રવાદી જૂથો અને અમેરિકા, ઈરાન અને રશિયા જેમાં દેશો પણ સામેલ હતા. જેના કારણે 5 લાખથી વધુ સિરિયન લોકો માર્યા ગયા અને લાખો લોકો બે ઘર બન્યા.
રશિયાએ અસદને મદદ કરી અને ગૃહયુદ્ધને ફેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રશિયન સેનાની મદદથી અસદે પોતાનું શાસન મજબૂત કર્યું.
27 નવેમ્બરે સીરિયામાં ઇસ્લામિક બળવાખોરો અને સિરિયન સેના વચ્ચે અથડામણ શરૂ થઈ. ધીમે ધીમે બળવાખોર જૂથોએ તેમના હુમલાઓ તીવ્ર કર્યા. છેલ્લા એક સપ્તાહમાં વિદ્રોહી જૂથે સીરિયાની રાજધાની દમાશ્ક સહિત પાંચ મોટા શહેરો કબજે કર્યા જેમાં અલેપ્પો, હમા, હોમ્સ અને દારા સામેલ છે.
8 ડિસેમ્બરના રોજ, સિરીયન સૈન્યએ પુષ્ટિ કરતા કહ્યું રાષ્ટ્રપતિ અસદ દેશ છોડી ગયા છે રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે અસદ પરિવારના 54 વર્ષના શાસનનો આવ્યો.
અસદ દેશ છોડ્યા પછી સીરીયલ પીએમ મોહમ્મદ ગાઝી અલ-જલાલી એ બળવાખોરઘને સત્તા સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો. જલાલીએ એક વીડિયોમાં કહ્યું કે તે દેશમાં જ રહેશે અને સીરિયાના લોકો જેને પસંદ કરશે તેની સાથે કામ કરશે.
સિરીયાના વિદેશ મંત્રાલયૈ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સીરીયાના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખવામાં આવી રહ્યો છે જે તમામ સિરિયનોને સાથે લાવશે.
સીરિયામાં વર્તમાન ઉથલપાથલ પાછળ ત્રણ મહત્વપૂર્ણ પાત્રો છે, જેમાં પ્રમુખ અલ-અસદ, હયાત તહરીર, અલ શામ અને સીરીયન ડેમોક્રેટિક ફોર્સિસનો સમાવેશ થાય છે.
આ સિવાય અન્ય ઘણા સીરીયન મિલિશિયા પણ પણ પોતાના એજન્ડા અને માગણીઓ માટે લડી રહ્યા છે. આ સિવાય તુર્કી, રશિયા, અમેરિકા, ઈરાન, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ જેવી વિદેશી શક્તિઓ કોઈને કોઈ રીતે આમાં સામેલ છે.
સીરીયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઈટ્સના વડા રામી અબ્દેલ રહેમાનના જણાવ્યા અનુસાર, અસદ દમાશ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટથી દેશ છોડ્યો છે જેની સુરક્ષા સીરીયન આર્મી દ્વારા કરવામાં આવી હતી સૈનિકોએ થોડા સમય પછી તેને દેશ છોડી દીધો અને લડવૈયાઓએ તેને કાબુમાં લીધો.
વાસ્તવમાં, અસદ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ અપ્રિય બની ગયા હતા. ઉપરાંત, સિરીયન સેનાના મોટાભાગના સૈનિકો અસદ માટે લડવા માંગતા નહોતા. ઉપરાંત અસદે સત્તામાં રહેવા માટે રશિયન અને ઈરાની સૈન્યનો સહારો લેવો પડતો હતો.
હુમલા દરમિયાન સેના અને પોલીસ અધિકારીઓ અને સૈનિકો પોતાની ચોકી અને હથિયારો છોડીને ભાગવા લાગ્યા હતા. બળવાખોળોએ રાજધાની દમાસ્ક પર પણ કબજો કરી દીધો હતો. ઉપરાંત સીરિયામાં વધતી જતી મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થા એ સરકારને વધુ નબળી બનાવી છે આવા સંજોગોમાં અસદે દેશ છોડવો પડ્યો હતો.
રાષ્ટ્રપતિ અસદ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી એક ન્યુઝ વેબસાઈટને જણાવ્યું કે અસદ અને સંરક્ષણ મંત્રી અલી અબ્બાસ બંને અજાણ્યા સ્થળે છે. 7 નવેમ્બર શનિવારે રાત્રે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
ઓબ્ઝર્વેર રિસર્ચ ફાઉન્ડેશનના સાથી કબીર તનેજા કહે છે,
“અત્યારે અસદ કદાચ યુએઈમાં છે પણ ત્યાં લાંબો સમય નહીં રહે. જો યુએઈ આશ્રય આપે છે તો અસદ ત્યાં પણ રહી શકે છે. અસદ રશિયા અથવા ઈરાન જઈ શકે છે પરંતુ આ ત્રણ દેશ સિવાય અન્ય કોઈ દેશ તેને અપનાવશે નહીં. “
સીરિયામાં હાલની સ્થિતિને કારણે અત્યાર સુધીમાં 3.70 લાખ લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. આમ છતાં લોકો અસદ સરકારના પતનનો જશ્ન મનાવી રહ્યા છે લોકો ખુશીથી ટાંકી પર ચડી ગયા અને ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું અને હવામાં ગોળીઓ પણ ચલાવી.
અલ-જઝીરા અનુસાર લોકો મસ્જિદોમાં નમાજ કરવા અને શેરીઓમાં ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. લોકોએ અસદ વિરુદ્ધ નારા પણ લગાવ્યા અને કારના હોર્ન વગાડ્યા કેટલાક સ્થળોએ લોકોએ અલ-અસદના પિતા હાફેઝની મુર્તીઓ પણ તોડી પાડી છે.