ભારતની ફાઈનલ ક્રિકેટ મેચમાં જીતની ઉજવણી ક્રિકેટ રસિકોને ભારે પડી..
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં તા.09/03/2025નાં રોજ ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ ક્રિકેટ મેચનું દુબઈમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઈનલ મેચમાં ભારતની જીત થઈ હતી.
ઉજવણી દરમિયાન અમુક અસામાજિક તત્વો અમદાવાદનાં બાપુનગરનાં ચાર રસ્તા પર આવેલા સામાજીક અગ્રણી હરદાસબાપુનાં સ્ટેચ્યુ પર ચઢી ગયા હતા. આ ઘટનાથી સૌરાષ્ટ્રનાં પટેલ સમાજની લાગણી દુભાઈ હતી અને લોકોમાં રોષ ફેલાયો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ ફરિયાદ બાદ પોલીસે ચાર લોકો પર ભારતીય ન્યાય સંહિતા – 196, 54 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપી
1)રાહુલ અશોકભાઈ પટણી
2)આશિષ દિલીપભાઈ પટણી
3)આશિષ નારણભાઈ પટણી
4)સાહિલ ભરતભાઈ પટણી



