ટ્રમ્પે શપથ આમંત્રણ આપ્યું, પરંતુ મોદીને નહી. જાણો વધુ વિગત..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક પ્રસંગોએ એકબીજાને સારા મિત્રો ગણાવ્યા છે. આમ છતાં PM મોદી 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં જોવા મળશે નહીં. વિદેશમંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

12 જાન્યુઆરીના રોજ ભારતના વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ બહાર પાડી. એમાં બે મુદ્દા લખેલા હતા…

શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર કરશે.

તેઓ ટ્રમ્પ વહીવટીતંત્ર અને અન્ય દેશોના મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે.

આ નિવેદનમાં ક્યાંય પણ પીએમ મોદીને વ્યક્તિગત આમંત્રણ મળવાનો ઉલ્લેખ નથી. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ઓછામાં ઓછા 6 દેશના વર્તમાન રાષ્ટ્રપ્રમુખોને વ્યક્તિગત આમંત્રણો મોકલવામાં આવ્યા છે. જોકે નિષ્ણાતો માને છે કે આમંત્રણ મળ્યા છતાં જિનપિંગ પોતે નહીં જાય, પરંતુ પોતાના પ્રતિનિધિને મોકલશે.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તા કેરોલ લેવિટે એક નિવેદનમાં ચીનનો ઉલ્લેખ કરતાં કહ્યું, “ટ્રમ્પ બધા દેશોના નેતાઓ સાથે ખુલ્લી વાતચીત કરવા માગે છે, પછી ભલે તે આપણા સાથી હોય કે આપણા વિરોધી.”

JNUના નિવૃત્ત પ્રોફેસર અને વિદેશી બાબતોના નિષ્ણાત એ.કે. પાશાના મતે…

પીએમ મોદી કાર્યક્રમમાં ભાગ લેશે નહીં, કારણ કે અમેરિકાએ તેમના નામે આમંત્રણ મોકલ્યું નથી.” ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે પીએમ મોદી તેમના ખાસ મિત્ર નથી. અમેરિકા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર માનતું નથી.”

ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત ડોનાલ્ડ ટ્રમ્પે 17 સપ્ટેમ્બરના રોજ મિશિગનના ફ્લિન્ટમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે… મોદી આવતા અઠવાડિયે મને મળવા આવી રહ્યા છે અને તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે.”

હકીકતમાં આ નિવેદનના બીજા જ અઠવાડિયામાં પીએમ મોદી 21-23 સપ્ટેમ્બરના રોજ QUAD સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા જઈ રહ્યા હતા. ટ્રમ્પને આશા હતી કે તેઓ તેમને મળશે અને ભારતીય-અમેરિકન મતદારોને ટ્રમ્પને ટેકો આપવાનો સંદેશ આપશે.

જો કે પીએમ મોદી ટ્રમ્પને મળ્યા નહી. TOIનાં અહેવાલ મુજબ, પીએમ મોદીના વ્યસ્ત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો હતો.

નિષ્ણાતો માને છે કે જો મોદી હેરિસને મળ્યા વિના ફક્ત ટ્રમ્પને મળ્યા હોત, તો ડેમોક્રેટિક પાર્ટીએ આ મુલાકાતને પક્ષપાતી ગણાવી હોત અને ટ્રમ્પે આ દ્વારા ભારતીય-અમેરિકન મતદારોને એકત્ર કર્યા હોત. હકીકતમાં મોટા ભાગના ભારતીય મૂળના લોકો ડેમોક્રેટિક પાર્ટીને મતદાન કરી રહ્યા છે. મોદી અમેરિકાના ઘરેલુ રાજકારણમાં પોતાને સામેલ કરવા માગતા નહોતા.

2019માં મોદીએ ટ્રમ્પ માટે એક રેલી યોજી હતી, જેમાં તેમણે સૂત્ર આપ્યું હતું- ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. આ માટે મોદીની ટીકા પણ થઈ હતી. એ સમયે, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા અને પછી ભારતને જો બાઇડન અને કમલા હેરિસ સાથેના સંબંધો સુધારવા માટે સખત મહેનત કરવી પડી.

2023માં તેમણે બાઇડનનાં પત્ની જીલ બાઇડનને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એની કિંમત 20 હજાર ડોલર એટલે કે અંદાજે 17 લાખ રૂપિયા અંદાજી હતી.

નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદેશી બાબતોના નિષ્ણાત ડૉ. પ્રસેનજિત બિસ્વાસે કહ્યું,

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ઘણી તિરાડો પડી છે. પછી ભલે QUAD સમિટ હોય કે જીલ બાઇડનને આપવામાં આવેલી ભેટડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રત્યેનો રોષ હવે બહાર આવવા લાગ્યો છે.”

પ્રસેનજિત બિશ્વાસ કહે છે, ‘પીએમ નરેન્દ્ર મોદીને શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ ન આપવાનું એક કારણ મસ્કની નારાજગી પણ માનવામાં આવે છે, કારણ કે મસ્ક ભારતમાં ટેસ્લા લોન્ચ કરી શકતા નથી. મસ્ક અને ટ્રમ્પ વચ્ચેની મિત્રતા કોઈથી છુપાયેલી નથી. એવું પણ કહી શકાય કે મસ્કે પીએમ મોદીને આમંત્રણ ન આપવાનું સૂચન કર્યું હશે.

ઇલોન મસ્કની ટેસ્લા મોટર્સ 2019થી ભારતીય બજારમાં પ્રવેશવા માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર ઊંચી આયાત જકાત એક મોટી સમસ્યા છે.

ભારતીય ટેક્સ સ્લેબ મુજબ, 40 હજાર ડોલર એટલે કે આશરે 35 લાખ રૂપિયા સુધીની કિંમતનાં વાહનો પર 60% આયાત ડ્યૂટી અથવા ટેક્સ વસૂલવામાં આવે છે. એ જ સમયે જો વાહનની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ હોય તો ટેક્સ 100 ટકા થઈ જાય છે.

ટેસ્લાની સૌથી સસ્તી કારની કિંમત 37 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં ટેસ્લાની દલીલ છે કે 100% ટેક્સ તેમની કારને ખૂબ મોંઘી બનાવશે. આ કારણે કંપની ભારતીય બજારમાં ટકી શકશે નહીં.

24 જુલાઈ, 2021ના રોજ મસ્કે સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું કે તે ભારતમાં ટેસ્લા લોન્ચ કરવા માગે છે, પરંતુ અહીં આયાત ડ્યૂટી વિશ્વના કોઈપણ મોટા દેશની તુલનામાં સૌથી વધુ છે.

ઈલોન મસ્કની ભારત મુલાકાત એપ્રિલ 2024માં નક્કી કરવામાં આવી હતી અને તેઓ પીએમ મોદીને પણ મળવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ મસ્કે તેમની મુલાકાત રદ કરી. આ પછી તે અચાનક ચીનના બીજિંગ પહોંચી ગયો. ટેસ્લાએ ભારતીય અધિકારીઓ સાથે ચાલી રહેલા સંપર્કનો પણ અંત લાવી દીધો અને ભારતમાં તેની રોકાણ યોજનાઓ મુલતવી રાખી.

બ્રિક્સ સમિટ 23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાના કાઝાન શહેરમાં યોજાઈ હતી. આમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આમાં બંને દેશો સરહદ સંબંધિત મુદ્દાઓ પર સંમત થયા અને સામાન્ય સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરી.

આ પહેલીવાર હતું જ્યારે પીએમ મોદીએ એક જ વર્ષમાં રશિયાની બેવાર મુલાકાત લીધી. આ પહેલાં તેઓ જુલાઈ 2024માં રશિયા પહોંચ્યા હતા. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં અમેરિકાએ કહ્યું હતું કે ભારતે રશિયા અને ચીન સાથે કરાર ન કરવા જોઈએ.

એકે પાશા કહે છે,

અમેરિકા દ્વારા ભારતને બદલે ચીનને આમંત્રણ આપવું પણ એક રાજદ્વારી સંદેશ હોઈ શકે છે.’ અમેરિકા ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માગે છે. આનાથી ભારતને સંદેશ મળશે કે અમેરિકા તેના દુશ્મન દેશ સાથે મિત્ર બની શકે છે અને તેના વ્યૂહાત્મક ભાગીદાર દેશ પ્રત્યે પણ દુશ્મનાવટભર્યું બની શકે છે.”

ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત પીએમ નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર કહ્યા છે, પરંતુ એ જ સમયે તેઓ ભારતની નીતિઓ પર પણ પ્રહારો કરી રહ્યા છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી આનાથી ભારત પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આર્થિક નીતિઓ ‘અમેરિકા ફર્સ્ટ’ પર કેન્દ્રિત રહેશે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ચીન અને ભારત સહિત ઘણા દેશોથી થતી આયાત પરના ભારે ટેરિફ દૂર કરવાની માગ કરી હતી. પોતાના બીજા કાર્યકાળમાં ટ્રમ્પ અમેરિકન માલ પર ઊંચા કર લાદતા દેશો સામે કાર્યવાહી કરી શકે છે. ટ્રમ્પને ભારત દ્વારા અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લાદવાનું પસંદ નથી.

ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ફક્ત 20 ટકા સુધી જ ટેરિફ લાદવામાં આવે. ભારત અને અમેરિકા વચ્ચે 200 અબજ ડોલરનો વેપાર છે. જો ટ્રમ્પ ટેરિફ દરોમાં ખૂબ વધારો કરે છે તો ભારતને ભારે નુકસાન થઈ શકે છે.

BHUમાં યેનેસ્કોના ચેયર ફોર પીસના પ્રોફેસર પ્રિયંકર ઉપાધ્યાય કહે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ ચાલુ છે છેલ્લાં ચાર વર્ષથી, ભારત અમેરિકાને કહી રહ્યું છે કે ‘ડોન્ટ ટેક ટુ મી ગ્રાન્ટેડ’, એટલે કે અમે એવી વસ્તુ નથી જેનો ફાયદો ઉઠાવી શકાય. જો તમે અમારા તરફથી લાભ ઇચ્છતા હોવ તો તમારે અમને પણ લાભ આપવો પડશે. હવે ટ્રમ્પે પણ એ જ નીતિ અપનાવી છે. ચીન અને રશિયા સાથે ભારતની વધતી નિકટતા અંગે ટ્રમ્પે પોતાનું વલણ બદલવાનું શરૂ કરી દીધું છે. બંને દેશો વચ્ચે હવે વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top