શું દિલ્હીનાં લોકો ફેંફસામાં ઝેર ભરે છે? જાણો વિગત.
તા.18 નવેમ્બર 2024નાં સૌથી મોટા સમાચાર દિલ્હીનાં પ્રદૂષણનાં હતા. આ દિવસનો AQI 500 પાર કરી ગયો હતો, જે આ સિઝનમાં સૌથી ખરાબ માનવામાં આવે છે.
દેશમાં પ્રદૂષણનું સ્તર માપના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), અનુસાર છેલ્લા 2 દિવસમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. 17 નવેમ્બર ને રવિવારનાં રોજ AQI 441 હતો જે ખૂબ ગંભીર કેટેગરીમાં આવતો હતો. પરંતુ 18 નવેમ્બરને સોમવારે સવારે AQI 496 ને પાર કરી ગયો હતો. CPCB એ આ AQI નાં આંકડાને અતિ ગંભીર+ કેટેગરીમાં રાખ્યું છે. આનો અર્થ એ છે કે આ હવા શ્વાસમાં લેતાં તંદુરસ્ત વ્યક્તિ પણ બીમાર થઈ શકે છે.
ઝડપથી વધી રહેલા પ્રદૂષણની ગંભીરતાને જોતા ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હતુ. સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં તમામ શાળાઓને 12મી ડિસેમ્બર સુધી બંધ રાખવા જણાવ્યું હતુ. AQI સુધારવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાનનાં સ્ટેજ-4નાં તમામ પ્રતિબંધોને અમલમાં મુકવાનો આદેશ આપ્યો હતો.
18મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP)નો ચોથો તબક્કો લાગુ કર્યો હતો. કારણ કે રાજ્ય સરકારે ત્રીજા તબક્કાનો અમલ કરવામાં વિલંબ કર્યો હતો. અગાઉ સરકારે 14 ઓક્ટોબરે GRAP નો પહેલો તબક્કો અને 21 ઓક્ટોબરે બીજો તબક્કો લાગુ કર્યો હતો. પરંતુ આનાથી પ્રદૂષણ પર કાબુ મેળવી શકાયો નહોતો.
નીચેના કોષ્ટકમાં GRAPનાં 4 સ્ટેપ..
GRAP Stage | AQI | પ્રતિબંધો |
સ્ટેજ 1 | 201 – 300 | ધૂળ નિયંત્રણમાં છે અને ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ છે. |
સ્ટેજ 2 | 301 – 400 | ડીઝલ જનરેટર અને મશીનોની સફાઈ પર નિયંત્રણો વધારવામાં આવ્યા છે. રસ્તા પર પાણી છાંટવામાં આવે છે. |
સ્ટેજ 3 | 401 – 450 | બિનજરૂરી બાંધકામ, ભારે વાહનોનાં પ્રવેશ અને ઈંટોનાં ભઠ્ઠાઓ પર પ્રતિબંધ છે. |
સ્ટેજ 4 | 450 થી વધુ | બાંધકામ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. શાળાઓ બંધ છે અને ભારે વાહનો પર પણ પ્રતિબંધ છે. |
જો AQI સિગારેટનાં સ્કેલ પર માપવામાં આવે તો દિલ્હીમાં એક વ્યક્તિ રોજ હવામાં 38 સિગારેટ પીવે છે.
દિલ્હીમાં હવા ખરાબ થવાનું કારણ..
ઉત્તર અને મધ્ય ભારતમાં દિવાળી પછી પરાલી સળગાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. જેના કારણે પ્રદૂષણમાં વધારો થવાની ગતિ પણ વધવા લાગે છે. આ સમય દરમિયાન હવામાં ધુમ્મસનું પ્રમાણ હોય છે અને તેમાં આ ધુમાડો ભળે છે. હવામાં ધુમ્મસ હોવાનાં કારણે ધુમાડો હવામાં ઉપર જઈ શકતો નથી. આમ ધુમાડો અને ધુમ્મસ ભેગા થવાથી હવા ખરાબ થાય છે.